HomeAllમોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે

મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે

મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…

મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે બોક્સના લીધે ટાઇલ્સમાં કોઈ ડાઘ આવે તો પેકેજીંગ ઉદ્યોગકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેવો નિયમ લાગુ કરાયો છે.

આજે કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ ઓટોપ્લાન્ટની કમ્ફર્ટ રિસોર્ટમાં પાર્થભાઈના પ્રમુખ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં જૂના તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી. મંદી અને હરીફાઈના માહોલમાં કઈ કઈ સમસ્યાઓ છે તે અંગે જરૂૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આ ઉદ્યોગની સમસ્યાઓના નિરાકરણ માટે પણ અનેક ઉદ્યોગકારોએ પોતાના મત રજૂ કર્યા હતા.

વધુમાં બેઠક દરમિયાન કોઈ પણના જુના પૈસા બાકી હોય એવા યુનિટમાં કોઈ પણ બીજા પેકેજિંગ ઉદ્યોગે માલ સપ્લાય નહીં કરવો અને એની જાણ એકબીજા ઉદ્યોગે કરવી. તેવો નિર્ણય તમામ ઉદ્યોગકારોની સહમતીથી લેવામાં આવ્યો હતો.

આ બોક્સ રીયુઝ પેપર માંથી બન્ને છે એટલે એ બોક્સમાં કોઈ પણ ગેરન્ટી આવતી નથી. જ્યારે બોક્સમાં તકલીફ થાય છે એના કારણે ટાઇલ્સમાં ડાઘા પડવા કે બીજા પ્રોબ્લેમ આવે તો એ પણ બોક્સ બનાવતા ઓટો પ્લાન્ટની જવાબદારી રહેશે નહીં. તેવો નિયમ આ બેઠકમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ મિટીંગમાં કમિટી મેમ્બર પાર્થભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, કલ્પેશભાઈ, હાર્દિકભાઈ, મેહુલભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!