મોરબી ખાતે આવેલ રીઅલ ક્રિકેટ એકેડેમી ખાતે અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી અને બરોડાની ટીમો વચ્ચે જોરદાર મુકાબલો યોજાયો હતો. ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને વધારતા એવા આ ટુર્નામેન્ટના અંતે વિજેતા અને ઉત્કૃષ્ટ ખેલાડીઓને ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તરફથી ટ્રોફી અને બિરુદ અપાઈ હતી.

આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને આત્મવિશ્વાસ અને ઉત્સાહ આપતા સંદેશો આપ્યા હતા. યુવા પ્રતિભાઓને ઓળખી અને પ્રોત્સાહિત કરવાનો આશય સાથે આ પ્રકારની પ્રવૃતિઓ યુવા પ્રતિભાને બહાર લાવવા અનિવાર્ય હોય છે તેવો મત પણ ઉપસ્થિત મહેમાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.



























