HomeAllમોરબી આઈટીઆઈમાં સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષમાં પ્રવેશ શરૂ

મોરબી આઈટીઆઈમાં સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષમાં પ્રવેશ શરૂ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી સ્થિત આઈટીઆઈ ખાતે ક્સ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશન એજ્યુકેશન યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગની માંગને આધારિત ટૂંકાગાળાના કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 5 પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિરામિક ઉદ્યોગોની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષ ટૂંક સમયમાં શરૂ કરાશે. જેથી ટૂંકાગાળામાં તાલીમ મેળવીને રોજગારી/સ્વરોજગારી મેળવી શકાય.

આ કોર્ષમાં લેબ ટેક્નિશિયન ઓફ સિરામિક બોડી પ્રિપરેશન, લેબ ટેક્નિશિયન ઓફ સિરામિક ગ્લેઝ પ્રિપરેશન અને ગ્લેઝિંગ ઓપરેટર (સિરામિક) નામના કોર્ષ શરૂ થશે. જેમાં ધોરણ 5 પાસ કોઈપણ પ્રવેશ મેળવી શકશે. કોર્ષના સમયગાળા મુજબ હાજરીને ધ્યાને લઈને તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન તથા વધુ માહિતી મેળવવા જાહેર રજાના દિવસ સિવાય 10 થી 5 વાગ્યા સુધીમાં આઈટીઆઈ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

રજિસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ/ચૂંટણીકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ લાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં.97265 99910 (આર.આર. હળવદિયા)નો સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!