HomeAllમોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું...

મોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું પુન: મિલન

તારીખ 25/01/2026 ના રોજ એક જાગૃતિ નાગરિક દ્વારા 181 પર કોલ કરવામાં આવેલ કે મોરબી રંગપર ગામે ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે એક નાની આશરે ત્રણેક વર્ષની બાળકી મળી આવેલ હોય બાળકી રસ્તામાં એકલી બેઠી છે અને બાળકી કાંઈ પણ બોલતી નથી તેમજ બાળકી મુજાયેલી છે અને બાળકી ગભરાયેલી હાલતમાં છે આજુબાજુ માં કોઈ માણસો પણ નથી માટે બાળકી ની મદદ માટે 181 ટીમની મદદની જરૂૂર છે.

જેના પગલે 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનીલભાઈ ઘટના સ્થળે બાળકી ની મદદ માટે પહોંચ્યા હતા બાળકી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલી હતી સૌપ્રથમ બાળકી ને નાસ્તો અને પાણી આપેલ અને ત્રણેય ટીમ દ્વારા બાળકી સાથે વાતચીત કરી પરંતુ બાળકી કાંઈ પણ બોલતી ન હતી.

ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ તેમના માતા પિતા મળી આવેલા હોય તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા બાળકીનાં પિતા સાથે વાતચીત કરેલ બાળકીનાં પરિવારનું કાઉન્સેલીગ કરતા તેમણે જણાવ્યું કે અમે ઝારખંડના છે અને છેલ્લા છ મહિનાથી મોરબી એક કંપનીમાં મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે

અમે બંને જણા નાઈટ ડ્યુટી કરીને આવેલ હોય તેથી બંને જણા સુઈ ગયેલ હોય અને મારી બાળકી બીજા બાળકો સાથે એક દુકાન પર ભાગ લેવા માટે અમારી જાણ બહાર ઘરેથી નીકળી ગયેલ હોય પાંચ વાગ્યે અમે બંને જણાએ ઉઠીને જોયું તો અમારી બાળકી ઘરે ન હતી અમારી બાળકીને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ બાળકી મળેલ ન હોય.

ત્યારબાદ ત્રણેય ટીમ દ્વારા બાળકી નાં પરિવાર ને સલાહ સુચન અને માગેદશેન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ બાળકીનું ધ્યાન રાખવા જણાવેલ. આમ ત્રણેય ટીમ દ્વારા બાળકી ને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પરિવારે ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!