
મોરબી : અડગ આસ્થા અને અતૂટ શ્રદ્ધાનું અનોખું દ્રશ્ય મોરબીમાં જોવા મળ્યું છે. શહેરના યુવાન ઓમદેવસિંહ જાડેજા માતાજીના આશીર્વાદ માટે 20 કિલોની ભારે સાંકળ શરીરે બાંધીને માતાના મઢે પદયાત્રા પર નીકળ્યા છે.આ પવિત્ર યાત્રામાં તેમના સાથે સત્યમભાઈ ગૌસ્વામી (જુના સાદુળકા વાળા) પણ જોડાયા છે. બંને ભક્તો માતાજી પ્રત્યેની શ્રદ્ધા, મનોબળ અને સમર્પણ સાથે પગપાળા યાત્રા કરી રહ્યા છે.ભારે સાંકળ બાંધીને પદયાત્રા કરવાનો સંકલ્પ ઓમદેવસિંહની આંતરિક શક્તિ અને અડગ આસ્થાનું પ્રતિક છે. સાથે સત્યમભાઈની ભક્તિ પણ આ યાત્રાને વિશેષ બનાવે છે.સ્થાનિક ભક્તોમાં આ અનોખી પદયાત્રા ચર્ચાનો વિષય બની છે અને ઘણા લોકો તેમના આ ભક્તિપ્રેરિત કાર્યને પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે.

















