
મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિતના 11 હોદ્દેદારોની મુદત પૂરી થતી હોવાના કારણે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યાર બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને એક કારોબારી સભ્ય બિનહરીફ થઈ ગયેલ હતા જો કે, જોઇન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્ય માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતુ જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે.

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને પાંચ કારોબારી સભ્યો આમ કુલ મળીને 11 હોદ્દેદારો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચાણીયા, ઉપપ્રમુખ પદ માટે દીપકભાઈ વાલજીભાઈ પારેઘી તથા ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભુવનભાઈ વાઘડિયાના એક-એક ફોર્મ આવેલ હોવાથી તે ત્રણેય હોદ્દા બિનહરીફ થઈ ગયેલ છે જ્યારે મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી અને જે પાંચ કારોબારી સભ્ય લેવાના છે તેમાં એક મહિલા અનામત હોય હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી પણ અનામત બેઠક ઉપર બિનહરીફ થઈ ગયા છે.

જોકે, જોઇન્ટ અને ચાર કારોબારી સભ્યના પદ માટે શુક્રવારે ચૂંટણીનું મતદાન યોજાયુ હતુ અને સાંજે મતગણતરી કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે જેમા જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્ય માટે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારીયા, ઘનશ્યામભાઈ બી. આદ્રોજા, યોગેશભાઈ આર. પારેજીયા વિજેતા બનેલા છે. તેવી જાહેરા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા રાજેશભાઈ બદ્રકીયા, અશોકભાઈ પરીખ, ખુશ્બુબેન કંઝારીયા અને સોનલબેન પરમાર દ્વારા કરવામાં આવેલ છે.









