HomeAllમોરબી બી.આર.સી. ભવન ખાતે સન્માનપૂર્વક વિદાય અને ઉમંગભર્યું સ્વાગત કાર્યક્રમ યોજાયો

મોરબી બી.આર.સી. ભવન ખાતે સન્માનપૂર્વક વિદાય અને ઉમંગભર્યું સ્વાગત કાર્યક્રમ યોજાયો

બી.આર.સી ભવન મોરબી ખાતે શ્રી ચિરાગભાઈ આદ્રોજા ની બીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની ટર્મ પૂર્ણ થતા તેમનો વિદાય કાર્યક્રમ અને મોરબીના નવનિયુક્ત બીઆરસી કો-ઓર્ડીનેટર  શ્રી ઉમેશ પ્રભુલાલ બોપલીયાની  નિમણૂક થતા સ્વાગત સમારોહ યોજાયો.

બી. આર.સી. કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા ના વિદાય કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને મદદનીશ જિલ્લા કોઓર્ડીનેટર પ્રવીણભાઈ ભોરણીયા અને તમામ બી.આર.સી ભવન મોરબી સ્ટાફ અને તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર હાજરી આપી ચિરાગભાઈ ને સાલ અને મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી અને  નવનિયુકત  ઉમેશભાઈ નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.

     શિક્ષણ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ સાથે ની યાદો ને વાગોળી હતી. તેઓ ખરા અર્થમાં કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર તેમની સાદગી અને સૌમ્ય સ્વભાવ અન્ય માટે પ્રેરણારૂપ હતો.. વર્તમાન પ્રવાહોથી સતત અપડેટ રહીને શિક્ષણ કાર્યમાં નવીનતા લાવવાની તેમની કાર્યપધ્ધતિ પણ  અદભૂત હતી .

      કાર્યક્રમનું સમગ્ર સંચાલન સીઆરસી કો-ઓર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા સાહેબ અને સી.આર.સી ટીમે કર્યું .કાર્યક્રમ ના અંતે સ્વરૂચી ભોજન કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!