
મોરબી મહાનગર પાલીકા એ બજાર મા દબાણ હટાવ કામગીરી મા આક્રમક નિતી અપનાવતા . વેપારીઓ નો દુકાન પાસે રાખેલ માલ સમાન આડેધડ ઉપાડી ને ટ્રેક્ટર મા ભરવા? માંડતા. વેપારીઓ રોષે ભરાઈ. મનપાની નિતીરીતી નો વિરોધ કરી રોડ પર ઉતરી બજારો જડબેસલાક બંધ કરી તખતસિહજી રોડ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો .વેપારીઓ એ તેનો માલ પરત આપી જવા માંગ કરી હતી .

વેપારીઓ ઓ એ આક્ષેપ કર્યો હતો દબાણ હટાવ કામગીરી મા મહાનગર પાલિકા વેપારીઓ પર એક જાત નો આતંક મચાવ્યો હતો.વેપારીઓ ના માલસામાન ની જાણે સરા જાહેર લુંટ ચલાવતા હોય એવુ વાતાવરણ ઉભુ કરી દિધુ હતુ એક તો મંદી છે બજાર મા ધંધા નથી .આવુ વેપારીઓ સાથે વલણ કેટલુ વ્યાજબી છે .એવા વેપારીઓ મા સવાલો ઉઠ્યા હતા વેપારીઓ સાથે તેની લડત મા સહયોગ આપવા મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પ્રમુખ જયંતીભાઈ પટેલ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિહ જાડેજા જોડાયા ને મોરબી મહાનગર પાલીકા આવી કડક વલણ દબાણ નિતી નો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે. તખ્તસિંહજી રોડ પર વેપારીઓએ એકઠા થઈ આક્રમક આંદોલન શરૂૂ કર્યું છે, જેના કારણે મોરબીના મુખ્ય બજારો અને માર્ગો પર સ્થિતિ તંગ બની છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેને પગલે આજે વેપારીઓએ એકજૂથ થઈને ચક્કાજામ કરી તંત્ર સામે બાંયો ચડાવી છે. આંદોલન દરમિયાન તખ્તસિંહજી રોડ અને શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓએ રસ્તો રોકી દેતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક હળવો કરવા સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ વેપારીઓ તેમની માંગ પર અડગ રહ્યા હતા. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે જપ્ત કરેલો સામાન તાત્કાલિક પરત કરવામાં આવે અને વેપારીઓને થતી કનડગત બંધ કરવામાં આવે.

આ ચક્કાજામને કારણે મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેમાં સામાન્ય વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સૌથી ગંભીર સ્થિતિ ત્યારે જોવા મળી જ્યારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ ફસાયા હતા. રસ્તાઓ બ્લોક થઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

સવારથી તખ્તસિંહજી રોડ અને શિવાની ચોક પાસે જે ચક્કાજામની સ્થિતિ હતી, ચક્કાજામ પૂર્ણ થતા તે હવે ધીમે ધીમે હળવી થઈ રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો સફળ રહ્યા છે અને બજારોમાં પણ સ્થિતિ થાળે પડી રહી છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે વેપારીઓનો પક્ષ રાખતા કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા જે રીતે સામાન જપ્ત કરીને દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી વેપારીઓમાં ભારે રોષ છે. અમે અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે વેપારીઓને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે. આગામી સપ્તાહમાં પાલિકા તંત્ર તમામ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને એક ચોક્કસ ગાઈડલાઈન કે જાહેરનામું બહાર પાડે તેવું નક્કી કરાયું છે. જો વેપારીઓને અનુકૂળ ગાઈડલાઈન નહીં બને અને ફરી આવી હેરાનગતિ થશે, તો અમે આંદોલન માટે પણ તૈયાર છીએ.















