
મોરબી એલ.ઇ.કોલેજ (ડિપ્લોમા) દ્વારા કેન્દ્ર સરકારની સંસ્થા CSIR – Central Glass Ceramic Research Institute (CGCRI) ) નરોડા સેન્ટર, અમદાવાદના સહયોગથી

સ્કિલ ઈન્ડિયા અંતર્ગત ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનું Physico-Chemical Insights: Enhancing Raw Material Selection for Sanitaryware Production નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સેનેટરીવેર ઉદ્યોગ માટે જરૂરી કાચા માલની યોગ્ય પસંદગી અને તેના વૈજ્ઞાનિક વિશ્લેષણ અંગે વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી.

જે વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.આ કાર્યક્રમનું આયોજન ટ્રેનીંગ એન્ડ પ્લેસમેંટ સેલ તથા સિરામિક એંજિન્યટિંગ ડિપાર્ટમેંટ દ્વારા એલ.ઇ.કોલેજ (ડિપ્લોમા)ના પ્રિન્સિપાલ પી.વી.રાયજાદાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

















