HomeAllમોરબી: ઘૂંટુ રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કાર્યવાહી

મોરબી: ઘૂંટુ રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કાર્યવાહી


મોરબી શહેરના ઘૂંટુ રોડ વિસ્તારમાં આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા નિયમો વિરુદ્ધ ઉભી કરાયેલ રચનાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમ તેમજ જરૂરી સ્ટાફ તહેનાત રહ્યો હતો અને મશીનરીની મદદથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા કાયદો અને વ્યવસ્થા જાળવી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.


સ્થાનિકોમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી. પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!