
તંત્રને 24 કલાકનું અલ્ટીમેટુમ: કામગીરી નહિ થાય તો રસ્તા રોકો આંદોલન કરાશે સાંજ સમાચાર મોરબી, તા.12 આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો ધણાં સમયથી હતા.

અત્યારની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટરની સુવિધા નથી અને વધુુ સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે.જેમાં સેવાળ તથા માખી-મચ્છર અને જીણી જીવાતો પણ છે.



























