
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માત્ર બહેન-દીકરીઓ માટે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન આગામી તા.21–9 ને રવિવારના રોજ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની સામે જયરાજસિંહજી જાડેજા દ્વારા સંચાલિત માઁ ગરબી મંડળના પટાંગણમાં કરવામાં આવ્યું છે.

આ સસ્પર્ધામાં ભાગ લેનાર માટે મોટા ઇનામોનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં પ્રિન્સેસ અને ક્વીન બંનેને 32 ઇંચ સ્માર્ટ ટીવી, ત્રણ બર્નર વાળા કાચના ગેસ, મ્યુઝિક સિસ્ટમ, મિક્સર, બ્લેન્ડર, ઇન્ડકશન, બ્લુટુથ સ્પીકર તેમજ અનેક બીજા ઇનામો આપવામાં આવશે.

આમ દરેક કેટેગરીમાં દસ-દસ ઇનામો આપવામાં આવશે.તે ઉપરાંત પ્રથમ 100 એન્ટ્રીને એન્ટ્રી ફી (રૂા.150) થી વધારે કિંમતની સ્યોર ગીફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રજીસ્ટ્રેશન માટે પ્રીતિબેન દેસાઈ (93289 70499) નયનાબેન બારા (85305 31830), હીનાબેન પરમાર (98259 30156), પુનમબેન હિરાણી (99795 74149) અથવા હીનાબેન પંડ્યા (99789 28999) નો સંપર્ક કરવો.


















