

મોરબી જેલમાં કેદીએ તીક્ષ્ણ વસ્તુથી હાથે ઈજા કરી પછી શેમ્પુ પી ગયો હતો. આ કાચા કામના કેદી દિલીપ પરમારને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.
મળતી માહિતી અનુસાર, દિલીપ મનસુખભાઈ પરમાર (ઉં.વ. 24) ગઈકાલે બપોરના સમયે મોરબી સબ જેલમાં હતો ત્યારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

કેદીએ પોતાની જાતે જ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને શેમ્પુ પી લીધું હતું. કેદીને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યાંથી રાજકોટ સિવિલમાં રીફર કરાયેલ છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, દિલીપ હાલ માનિસક રીતે અસ્વસ્થ છે. જેલ તંત્ર આ અંગે વધુ તપાસ કરશે.












