
હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એસટી અનામત તેમજ મોરબી અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ માટે સામાન્ય સ્ત્રી અનામત, વાંકાનેર પંચાયતમાં પ્રમુખ માટે એસઇબીસી અનામત અને ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરાયેલ છે.
મોરબી સહિત રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટે રોટેશન જાહે2 ક2વામાં આવ્યા છે.
જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનામત જો કે, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, મોરબી-હળવદ તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત તથા ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે.















