HomeAllમોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની વરણી

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની વરણી

મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુસર વિવિધ ફેરફારો અને નવી નિમણૂકો કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના હોદેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ નિમણૂક અંતર્ગત વાંકાનેર શહેરના કાર્યનિષ્ઠ અને સક્રિય યુવા કાર્યકર જયેન્દ્રસિંહ મધુભા ઝાલાની મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચામાં ઉપપ્રમુખ પદ પર પ્રમોશન સાથે વરણી કરવામાં આવી છે.

પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા, સંગઠન પ્રત્યેની કાર્યશૈલી અને યુવાનોમાં તેમની સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂક બદલ કાર્યકરો અને શુભેચ્છકો તરફથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments