
મોરબી: મોરબી જિલ્લામાં સંગઠનાત્મક કાર્યમાં પાયાના પથ્થર સમાન અને સતત કાર્યરત રહેનાર નિર્મળાબેન હડીયાલને Bharatiya Janata Party (ભાજપ) દ્વારા જિલ્લા મહામંત્રી પદેથી ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા શહેર-જિલ્લામાં ખુશીની લાગણી વ્યાપી છે.
સંગઠનને મજબૂત બનાવવા માટેની તેમની અથાગ મહેનત, શિસ્તબદ્ધ કાર્યશૈલી અને સતવારા સમાજ સહિત વિવિધ સામાજિક ક્ષેત્રોમાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમની નિમણૂક બાદ જિલ્લા ભાજપ, વિવિધ સામાજિક સંગઠનો તેમજ અનસ્ટોપેબલ વૉરિયર્સ દ્વારા અભિનંદન વર્ષા સાથે સન્માન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ગઈકાલે મોરબી સ્થિત સમસ્ત હડિયલ પરિવારે પણ નિર્મળાબેનનું શાલ-શ્રીફળ અર્પણ કરી ભવ્ય સન્માન કર્યું હતું. પરિવારજનો દ્વારા તેમના ઉત્તમ આરોગ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
નિર્મળાબેન હડીયાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પાર્ટીએ આપેલી જવાબદારીને તેઓ પૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે નિભાવશે અને સંગઠન તથા સમાજહિતના કાર્યોમાં વધુ ગતિ લાવશે.















