HomeAllમોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિ.પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિ.પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કાર્યકર્તા સાથે મહેન્દ્રનગર ગામ પાસે કાર્યકરના ઘરે ગયા હતા અને ત્યાં બેઠા હતા ત્યારે તેઓને હાર્ટ અટેકનો તીવ્ર હુમલો આવતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા .

જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું નિધન થયું છે અને આ સમાચાર વાયુ વગેરે મોરબી જિલ્લામાં પ્રસરી જતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ તેઓના સગા સંબંધી સહિતના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર 4 માં આવતા મહેન્દ્રનગર ગામે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કાર્યકર્તા ના ઘરે બેઠક કરવા માટે ગયા હતા અને દરમિયાન ત્યાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કિશોરભાઈ ચીખલી અને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવવાના કારણે તેમને તત્કાલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન નિદાન થયું હતું.

જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જ્યારે મોરબી જિલ્લો ન હતો ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતી માળીયા મીયાણા તાલુકાની સરવડ બેઠક ઉપરથી વર્ષ 2010 માં ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા ત્યારબાદ સરકાર દ્વારા મોરબી જિલ્લાને અસ્તિત્વમાં લાવવામાં આવતા તેઓ મોરબી જિલ્લા પંચાયતની માળિયા તાલુકાની સરવડ બેઠક ઉપરથી વર્ષ 2015 માં ચૂંટણી લડ્યા હતા અને તેઓ તેમાં પણ જીત્યા હતા અને પ્રથમ અઢી વર્ષ માટે તેઓએ જિલ્લા પંચાયતમાં કારોબારીના અધ્યક્ષ તરીકે અને ત્યારબાદ અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વર્ષ 2024 માં તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને ધ્યાને રાખીને કોંગ્રેસ મજબૂત રીતે સ્થાનિક સંસ્થાઓમાં આવે તેના માટે તેને કામ કરી રહ્યા હતા દરમિયાન ગઇકાલે અચાનક હાર્ટ અટેકના તીવ્ર હુમલા ના કારણે તેમનું નિધન થતા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં તેમજ તેઓના સગા સંધિઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે બપોરે તેમની અંતિમયાત્રા નીકળી હતી.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા (ઉં.વ. 59)નું ગઈકાલે તા. 30-03-2026ના રોજ અવસાન થયું હતું. તેઓ રજનીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાઈ, વિશાલભાઈના પિતા તેમજ હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચિખલીયા અને રવિભાઈ મહેન્દ્રભાઈ ચિખલીયાના કાકા/ભાઈજી હતા. તેમનું સદગતનું બેસણું તા.02-04-2026 ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યા સુધી જય દ્વારકાધીશ ફાર્મ-1, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે તથા બપોરે 4:00 થી 6:00 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, સરવડ મુકામે રાખવામાં આવ્યું છે. મોં. 9825269966, 9712655559

RELATED ARTICLES

Most Popular

Recent Comments