



મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઉપપ્રમુખ શ્રી હિરાલાલ ટમારીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું.

ઉપપ્રમુખશ્રીએ બંધારણના મૂલ્યો અને પંચાયતી રાજની ભૂમિકા ઉપર ભાર મૂકતા ‘વિકસિત ભારત @ 2047’ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ લેવા અપીલ કરી.

આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ આરોગ્ય કેન્દ્રો અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
















