
મોરબી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા. ૨૯/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાયર અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લાના વિકાસને વેગ આપવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા વિકાસકામોની દરખાસ્તોને બહાલી, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી દરખાસ્તો મંજૂર કરી

વંચિત વિસ્તારોના વિકાસ પર ભાર મૂકવો સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા આયોજનના કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે તથા સંસદસભ્ય વિસ્તાર વિકાસ હેઠળના વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ ના કામોની પણ સમીક્ષા કરવામાં આવશે.














