
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા 18 ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી મહાવીર સોસાયટી, શનાળા રોડ, સાર્વજનિક મેદાન, મોરબી ખાતે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન, હાડકાના તમામ ફ્રેકચરની સારવાર તથા ઓપરેશન, કમરનો દુખાવો, સાયટીકા, સંધિવા તથા સંધના દુખાવાની સારવાર, લીગામેન્ટ ઇન્જરી, સપોર્ટસ ઇન્જરી અને દૂરબીનથી થતા ઓપરેશન તેમજ જનરલ મેડીસીન વિભાગમાં બીપી ડાયાબીટીસ સારવાર, ફેફસા, મગજના રોગોની સારવાર, લીવર અને કીડનીના રોગો તેમજ પેટ અને આતરડાના રોગોની સારવાર મળશે તથા નિશુલ્ક એક્સ રે, બીપી અને સુગરની સેવા મળશે.














