મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. ૨૦ ડિસેમ્બરે યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને તા. ૦૫/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના ૦૨:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!