
ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે અન્વયે આ પેકેજનો લાભ લેવા માટે મોરબી જિલ્લામાં ૧,૨૩,૨૧૭ ખેડૂતોએ અરજી કરી હતી જેમાં ૧,૦૭,૫૭૪ ખેડૂતોને રૂ.૩૫૯.૨૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે અને બાકીના ખેડૂતોને ટુંક સમયમાં સહાય ચુકવવામાં આવશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.સી ઉસદડીયાએ જણાવ્યું છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીના માર્ગદર્શન મુજબ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ખેતીવાડી શાખા દ્વારા ૪૦૮૧ લાભાર્થી ખેડૂતોને રૂપિયા ૨૪૬૧ લાખની સહાય ચૂકવામાં આવી હતી.

૧૨૮૮ લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂ.૧૨૮૮ લાખની, કૃષિ યાંત્રિકરણ માટે ૧૭૨૭ લાભાર્થીઓને રૂ.૭૩૨ લાખની, તાર ફેન્સીંગ યોજના ૨૦૬ લાભાર્થીઓને ૩૫૪ લાખની, સોલાર પાવર યુનિટના ૪૧૨ લાભાર્થીઓને રૂ.૬૧ લાખની તથા સ્માર્ટફોન માટે ૪૪૮ લાભાર્થીઓને રૂ.૨૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.









