
મોરબી જિલ્લામાં અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક ડેમોમાં નવા નીરસની આવક થઈ છે. જેમાં મછુ-3 ડેમમાં પણ 78 ક્યુસેક પાણીની આવક થવાથી એક ગેટ એક ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. હાલની સ્થિતિ મુજબ દામ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. એટલા માટે વધેલા પાણીની આવકને ધ્યાનમાં રાખીને ગેટ ખોલી દેવામાં આવ્યા છે.





























