HomeAllમોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના ૬ થી ૧૮ વર્ષના બાળકોના શૈક્ષણિક...

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના ૬ થી ૧૮ વર્ષના બાળકોના શૈક્ષણિક પુનર્વસન માટે ૧૪ થી ૨૩ નવેમ્બર દરમિયાન સર્વે હાથ ધરાશે

બાળકોના શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરીમાં સહયોગ આપવા સરકારી વિવિધ વિભાગ, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને અનુરોધ

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૦૬ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી

તેવા શાળા બહારના બાળકો (આઉટ ઓફ સ્કુલ ચિલ્ડ્રન) સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે.

જે અંતર્ગત મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ ૧૪/૧૧/૨૦૨૫ થી ૨૩/૧૧/૨૦૨૫ સુધી સર્વે હાથ ધરવામાં આવનાર છે. જેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો નજીકની સરકારી શાળામાં, ક્લસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અને તેવા બાળકોનું શૈક્ષણિક પુનર્વસન થાય તે માટે

સહયોગ આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમગ્ર શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!