HomeAllમોરબી જિલ્લામાં તંત્રના પાપે ઘોડાધ્રોઈ નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળતાં રસ્તો...

મોરબી જિલ્લામાં તંત્રના પાપે ઘોડાધ્રોઈ નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળતાં રસ્તો બંધ

ફરજિયાત ટ્રેક્ટરમાં બેસીને જવાની નોબત: નદીનું વહેણ બુરાઇ જતા મુશ્કેલી

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સુલતાનપુર ગામથી ચીખલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જે વિશાલ નગર ગામ આવેલું છે ત્યાં ઘોડાધ્રોઈ નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે જેથી રસ્તો લોકોની અવરજવર માટે બંધ થઈ ગઈ છે હાલમાં બે થી અઢી ફૂટ જેટલું પાણી રોડ ઉપરથી પસાર થાય છે જેથી લોકોને ના છૂટકે ટ્રેક્ટરમાં બેસીને પાણી ક્રોસ કરવુ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી અથવા તો સ્થાનિક જળાશયમાંથી છોડવામાં આવેલ પાણી આવી ગયા છે જેના કારણે રસ્તા ઉપરથી વાહન લઈને કે ચાલીને પસાર થવું લોકો માટે જોખમી સાબિત થાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે ત્યારે જો મોરબી જિલ્લાના માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકાના સુલતાનપુર, ચીખલી, વરડુસર ગામ તરફ જવા માટેનો જે મુખ્ય રસ્તા છે.

તે રસ્તા ઉપર વિશાલનગર ગામ પાસે ઘોડાધ્રોઈ નદીનું પાણી આવી ગયું છે કારણ કે ઘોડાધ્રોઈ ડેમમાંથી બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે આ રસ્તા ઉપર સાડા ત્રણ ફૂટ જેટલું પાણી પસાર થઈ રહ્યું હતું જોકે આજે અઢી ફૂટ જેટલું પાણી હજુ પણ રોડ ઉપરથી પસાર થાય છે જેથી આ રસ્તા ઉપરથી ચાલીને કે વાહનમાં પસાર થવું જોખમી હોય ના છૂટકે લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને પાણીનો પ્રવાહ ક્રોસ કરવો પડે છે.

આ પ્રશ્નને ઉકેલવા માટે મોરબીના વર્તમાન ધારાસભ્ય અને માજી ધારાસભ્ય તેમજ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે તો પણ તેઓના પ્રશ્નો ઉકેલાતો નથી અને ખાસ કરીને ઘોડાધ્રોઈ નદીનું જે વેણ છે તે બુરાઈ ગયુ છે જેના કારણે નદી આડી ફંટાય છે અને તેના કારણે ખેડૂતોના ખેતરની અંદર અને રસ્તા ઉપર પણ ઘોડાધ્રોઈ નદીનું પાણી આવી જતું હોય લોકોને વર્ષોથી આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!