
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત મોરબી જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં આજે બુધવારે નોંધપાત્ર ગતિ જોવા મળી હતી. અગાઉના દિવસોમાં ઉમેદવારી નોંધાવવાનો પ્રવાહ શૂન્ય રહ્યો હતો, જ્યારે આજે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 9 ઉમેદવારી પત્રો દાખલ થતા રાજકીય સરગર્મી તેજ બની છે.

મોરબી મહાનગરપાલિકાની કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે આજે ભરાયેલા તમામ 9 ઉમેદવારી પત્રો આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા નોંધાવવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકામાં ભરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો

વોર્ડ નં. 2માંથી નીચેના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે:
કાજલબેન જયેશકુમાર ધંધુકિયા
તેજલ કિરણભાઈ કાનગડ
જયેશ ખીમજીભાઈ સારેસા
ઈકબાલભાઈ હુસેભાઈ કટિયા
વોર્ડ નં. 4માંથી: લલિત વિરજીભાઈ ખરા
વોર્ડ નં. 8માંથી: અસ્લમ ઇકબાલભાઈ ઓડિયા , અન્નપુર્ણાબેન હર્ષદભાઈ ઘુમલિયા
વોર્ડ નં. 10માંથી: , વીરજીભાઈ નરશીભાઈ ચાવડા, લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા
આ તમામ ઉમેદવારો આમ આદમી પાર્ટીના બેનર હેઠળ મેદાનમાં ઉતર્યા છે.
















