HomeAllમોરબી જિલ્લામાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણી અન્વયે મણીમંદિરથી મનપા કચેરી...

મોરબી જિલ્લામાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણી અન્વયે મણીમંદિરથી મનપા કચેરી સુધી યોજાશે પદયાત્રા રેલી

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વંદે માતરમ્ ફેઝ-૨ અન્વયેવ ૨૩ માર્ચથી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની શ ઉજવણી આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીના ભાગરૂપે યોજાનારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોના સુચારૂ સંચાલન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન તથા ૨૫ માર્ચના યોજાનાર પદયાત્રા રેલી માટે રૂટ મેનેજમેન્ટ, પીવાના પાણી તથા આરોગ્ય ટીમ સહિતની સુવિધાઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત તા. ૨૩ માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા. ૨૪ માર્ચે જિલ્લાની શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ‘વંદે માતરમ્’ નું સામૂહિક ગાન કરવામાં આવશે. વિશેષ રૂપે, તા. ૨૫ માર્ચના રોજ મોરબી શહેરમાં મણીમંદિર થી મીરબી મહાનગર પાલિકા કચેરી સુધી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે,

જેમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, તા. ૨૬ માર્ચના રોજ શાળા-કોલેજોમાં ચિત્ર, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમો સહભાગી બનવા જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!