
મોરબી જિલ્લામા વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન તા. ૦૪/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાક થી ૧૪:૦૦ કલાક સુધી ભરતવન ફાર્મ, ભરતનગર, નેશનલ હાઈવે – ૨૭, મોરબી – માળીયા હાઈવે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આ સૈનિક સંમેલનમાં મોરબી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક મોરબી હાજર રહેનાર છે.
આ પ્રસંગે કેંદ્ર/રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવનાર છે. મીલીટરી સ્ટેશન ધ્રાંગધ્રા તરફથી એક ટીમ મોકલવામા આવશે જે પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકોના ધર્મપત્નિ તેમજ તેઓના આતોને મદદરૂપ થશે. આ પ્રસંગે શહિદ સૈનિકોના ધર્મપત્નિઓને સ્ન્માનીત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા સ્કૂલના વિધ્યાર્થીઓ દ્વારા દેશ ભકિતનો કાર્યક્રમ પણ રજૂ કરવામા આવનાર છે. જેથી મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં હાજરી આપવા રાજકોટ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.















