HomeAllમોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ૫ ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં 'ઓપન...

મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ૫ ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ‘ઓપન હાઉસ’ યોજાશે

ઉદ્યોગોને લગતા પ્રશ્નો તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે મોકલી આપવા ઉદ્યોગકારોને અનુરોધ

મોરબી જિલ્લાના વિવિધ વેપાર-ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા અને નિકાલ માટે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં તા. ૦૫/૦૨/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાકે, કોન્ફરન્સ રૂમ નં. ૧૩૬, કલેક્ટર કચેરી, મોરબી ખાતે ‘ઓપન હાઉસ’ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓપન હાઉસ અન્વયે જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (રૂમ નં. ૨૩૩, ૨૩૪, જિલ્લા સેવા સદન, સો-ઓરડી) ખાતે તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં મોકલી આપવા મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!