HomeAllમોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર , ડીડીઓ  સહિત ઉચ્ચ અધિકારી ઓના હસ્તે...

મોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર , ડીડીઓ  સહિત ઉચ્ચ અધિકારી ઓના હસ્તે વિમોચન કરાયું

‘વિકાસ વાટીકા’ના સંપાદન માટે જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને વહીવટી તંત્રએ અભિનંદન પાઠવ્યા

મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટર  કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર  એસ.જે. ખાચર સહિતના વહીવટી તંત્રના અધિકારી ઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની વિકાસ ગાથાને વણી લઈ વિકાસ વાટીકા તૈયાર કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ  દ્રોપદી મુર્મુ, ગુજરાતના રાજ્યપાલ  આચર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રી  સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની લીધેલ મુલાકાતો અને સરકાર દ્વારા મોરબી જિલ્લાને આપવામાં આવેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

વિકાસ વાટીકાના વિમોચન પ્રસંગે વહીવટી તંત્રના અધિકારી ઓએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક  વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર  કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી  ડો.વિપુલ સાકરીયા, મોરબી પ્રાંત અધિકારી  સુશીલ પરમાર, મોરબી સહાયક માહિતી નિયામક  પારુલ આડેસરા, માહિતી મદદનીશ  બળવંતસિંહ જાડેજા, ફોટોગ્રાફર  પ્રવીણભાઈ શનાળીયા, અજય મુછડીયા તથા વહીવટ તંત્રના અધિકારી /કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!