મોરબી જિલ્લો બાળ ભિક્ષા મુક્ત જિલ્લો; સંયુક્ત રેડ પાડી ૩ બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા

Written by

in

મારો જિલ્લો બાળ ભિક્ષા મુક્ત જિલ્લો અંતર્ગત મોરબી શહેરી વિસ્તારમાં બાળ સુરક્ષા ટીમ તેમજ AHTU ( Anti  Human trafficking Unit) ના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાને બાળ ભિક્ષા મુક્ત કરવા સહીયારો પ્રયાસના ભાગ રૂપે સયુકત રેડ કરવામાં આવી હતી.

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે અન્ય રાજ્યના ત્રણ બાળકો મળી આવતા તેમને ભિક્ષા માંગવાની આ પ્રવૃત્તિ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના વાલીઓને આ બાળકો સોંપી તેમને અને વાલીઓને શૈક્ષણિક અને સંસ્થાકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version