HomeAllમોરબી: જોધપર (નદી) પાસે મચ્છુ નદી પરના બ્રિજનું સલામતી બાબતે માર્ગ અને...

મોરબી: જોધપર (નદી) પાસે મચ્છુ નદી પરના બ્રિજનું સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ નિરીક્ષણ કર્યુ

ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે.

ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળીયા થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર  દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું.

વર્ષ ૨૦૧૪ માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સિરામીક ઉદ્યોગો, પેપર મીલના વિવિધ ઉદ્યોગો તથા આસપાસના ગામને જોડતા આ રસ્તા પરનો આ બ્રિજ અતિ મહત્વનો છે. આ રસ્તા પર વિશેષ પ્રમાણમાં વાહન વ્યવહાર રહેતો હોવાથી વાહન વ્યવહારની સુરક્ષા મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર એ પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!