
મોરબી, તા.16 : મોરબી જિલ્લાના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેઓમાં રોજગારમુખી કુશળતા વિકસે તે હેતુસર સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રતિબદ્ધ શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન તરફથી ૨૩ અને ૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી ૨ (બે) દિવસીય નિઃશુલ્ક બ્યૂટી અને હેર સ્ટાઇલ સેમીનારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમીનારમાં મોરબીના શીતલ બ્યૂટી સેલૂન દ્વારા બેઝિક ટૂ એડવાન્સ આધુનિક બ્રાઇડલ મેકઅપ તથા હેવ સ્ટાઇલિંગ અંગે માર્ગદર્શન, ડેમો અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.

સેમીનાર પૂર્ણ કરનારી તમામ સહભાગી બહેનોને માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. સંસ્થાના જણાવ્યા મુજબ આ સેમીનારની વિશેષતા એ છે કે, તાલીમ સાથે સાથે લાગુ પડતી સરકારી યોજનાઓના લાભો મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાયતા સંબંધિત વિભાગોના સહયોગથી બહેનોને પૂરી પાડવામાં આવશે.

સેમીનારમાં જોડાવા ઈચ્છુક બહેનોને રજીસ્ટ્રેશન માટે સંસ્થાની હેલ્પલાઇન 9726501810 પર વોટ્સએપ મેસેજ કરવા અપીલ કરવામાં આવી છે.




