
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ અને ફરસાણના વેપારી તેમજ ડેરી સંચાલકોની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું 34 સ્થળોએ ચેકિંગ કરી લાયસન્સ અને સ્વચ્છતા અંગે વેપારીઓને સુચના આપવામાં આવી હતી.

ફૂડ સેફટી ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ આજે ચેકિંગ કામગીરી દરમિયાન મોરબી શહેરમાં આવેલ મીઠાઈ, ફરસાણ, ડેરી, હોટેલ અને રેસ્ટોરન્ટ મળીને 15 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી સ્વચ્છતાનું ધોરણ ના જાળવતા 15 વેપારીઓને નોટીસ આપવામાં આવી હતી અને ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા મોમાઈ ડેરી, ખોડીયાર ડેરી અને મોમાઈ ડેરી એન્ડ બેકરીમાંથી દુધના સેમ્પલ લીધા હતા જેમાં કોઈ શંકાસ્પદ બાબત મળી આવી ના હતી.

મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાંથી મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો 500 કિલોગ્રામ અખાદ્ય કલર જોવા મળતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ ખાણીપીણીના ધંધાર્થીઓને ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ફૂડ લાયસન્સ મેળવી લેવા તાકીદ કરવામાં આવી હતી.

















