
મોરબીના લીલાપર રોડને લઈને કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં લીલાપર રોડ ઉપર ચાલતા રાહદારીને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી નવો બનાવવા માટે રજૂઆત કરી હતી અને જો તેમાં વિલંબ થાય તેમ હોય તો તાત્કાલિક અસરથી તેને રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જેથી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ ટેન્ડર પ્રક્રિયાને લઈ થોડો સમય લાગે તેમ છે તેવું કહ્યું હતું.

જો કે, હાલમાં પેચ વર્ક અને રિપેરિંગ કામ કરી આપવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં નવા રોડનું કામ ચાલુ કરવાની ખાતરી આપી હતી અને જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગના ડેપ્યુટી ઇજનેર દિવ્યેશ બાવરવાએ પ્રશ્નને ગંભીરતાથી લઈ રાહદારીને મુશ્કેલી ન પડે તે માટે હાલ લીલાપર રોડનંપ સમારકામ કરી આપેલ છે.















