8 વર્ષ પહેલા શરૂ કરાયો ‘પ્રોજેક્ટ મુસ્કાન’: દર મહિને રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની અંદાજે 1 હજાર દિકરીઓને મુસ્કાન મેજિક બોક્સ અપાઇ છે

છેલ્લા 12 વર્ષથી, મેંગોપીપલ પરિવાર અંધકારમાં સપડાયેલા અસંખ્ય જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છેઆ સંસ્થા માત્ર ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવતી નથી, પણ તેમના માટે બીજું ઘર બની ગઈ છે. રૂપલબેન રાઠોડ દ્વારા 8 વર્ષ પહેલાં શરૂ કરાયેલો ’પ્રોજેક્ટ મુસ્કાન’ એક એવી પહેલ છે જેણે સમાજની એક મોટી કુરિવાજને તોડવાનો પ્રયાસ કર્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત, જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓને સેનેટરી પેડ્સ અને અન્ડરગાર્મેન્ટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે. દર મહિને, રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની અંદાજે 1000 જેટલી દીકરીઓને ’મુસ્કાન મેજિક બોક્સ’ પહોંચાડવામાં આવે છે.

આ તમામ નિસ્વાર્થ કાર્યોને ધ્યાનમાં રાખીને, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલબેન રાઠોડને આ ગાર્ડી એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ મેંગોપીપલ પરિવારના દરેક સભ્યના અથાક પરિશ્રમ અને માનવતા પ્રત્યેના તેમના ઊંડા પ્રેમનું પ્રતીક છે. જ્યારે રૂપલબેન રાઠોડને ’ગાર્ડી એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે, મેંગોપીપલ પરિવાર દ્વારા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના અનુપમભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમના ખૂબ ખૂબ આભાર માનેલ.જો તમે પણ આ માનવતાના કાર્યમાં જોડાવા માંગતા હો, તો મનીષભાઈ રાઠોડ (મો.92760 07786) નો સંપર્ક કરી શકો છો.


















