HomeAllમોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે ડ્રોન સર્વે સફળતાપૂર્વક...

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે ડ્રોન સર્વે સફળતાપૂર્વક પૂર્ણ

જાહેર જનતાને આધુનિક અને સરળ ટ્રાફિક વ્યવસ્થા માટે મોરબી મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી પ્રયાસો હાથ ધરાશે

મોરબી: શહેરમાં ટ્રાફિક અને અવરજવર વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોની સક્રિય કડી રૂપે મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે ડ્રોન સર્વેનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ડ્રોન સર્વેના આધારે નીચે મુજબના મુખ્ય સર્કલોના સુનિયોજિત વિકાસ માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવી રહ્યું છે:

  1. લિલાપર ચોકડી
  2. ઉમિયા સર્કલ
  3. પંચાસર ચોકડી સર્કલ
  4. શકત શનાળા સર્કલ
  5. રવાપર ચોકડી સર્કલ
  6. વાવડી ચોકડી સર્કલ
  7. સરદાર પટેલ સર્કલ
  8. છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ
  9. ત્રિકોણબાગ સર્કલ

આ તમામ સર્કલોના વિકાસથી મોરબી શહેરમાં ટ્રાફિકના પ્રવાહમાં સુધારો થશે, અકસ્માતોની શક્યતા ઘટશે તથા જાહેર જનતાને દિનચર્યા દરમિયાન સરળ અને ઝડપી અવરજવર સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં પણ શહેરના વાહન વ્યવહાર અને યાતાયાત વ્યવસ્થામાં વધુ સુધારાઓ લાવવા માટે નવીન પ્રયાસો હાથ ધરવામાં આવશે.
જાહેર જનતાને જરૂરિયાત મુજબ યાત્રા સુવિધાઓ પ્રાપ્ય થાય તે હેતુથી સમગ્ર ટ્રાફિક સિસ્ટમમાં સુધારાની દિશામાં મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!