મોરબીને હરિયાળું બનાવવા વૃક્ષારોપણનો પણ સંકલ્પ

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મહાનગરપાલિકા હદ હેઠળના વિવિધ વિસ્તારોમાં આવેલ મુખ્ય રસ્તાઓ તથા શેરીઓ પર નડતરરૂપ વૃક્ષો તથા તેમની ડાળીઓનું અનુકૂળ રીતે ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. આ પગલાંથી જાહેર જનતાને માર્ગવ્યવહાર દરમિયાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી છે અને પરિવહન વ્યવસ્થામાં પણ સહુલિયત થઈ છે.

આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને જરૂર જણાય ત્યા બીજા વિસ્તારોમાં પણ નડતરરૂપ વૃક્ષોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે, મહાનગરના મહત્વના રસ્તાઓ જેમ કે અરૂણોદય રોડ તથા પંચાસર રોડ પર જરૂરિયાત મુજબ વૃક્ષો તથા છોડાઓનું વાવેતર કરીને વૃક્ષારોપણ કરવામાં આવશે.

આ કાર્યક્રમથી મોરબીના હરિયાળાપનામાં વધારો થવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને રાત્રિના સમયમાં પ્રકાશ અને સુરક્ષા અંગે જનતાને ઉપયોગી નિવડશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ જ મહાનગરપાલિકા દ્વારા હરિયાળું મોરબી માટે વિશિષ્ટ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જનતાના આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ ભવિષ્યમાં પણ આવા અનેક વિસ્તૃત પ્રયાસો હાથ ધરવામાં આવશે.


























