HomeAllમોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે

મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે

ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમથી સુશોભિત કરાશે

મોરબી શહેરની મુખ્ય ઐતિહાસિક ઈમારતોને મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા રોશનીથી ઝળહળતી કરવામાં આવનાર છે મોરબીમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે તાજેતરમાં મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખાએ શહેરની વિવિધ ઈમારતોને જુદા-જુદા શેડમાં રોશનીથી શણગાર કરવા માટે ટેન્ડર પ્રોસેસ કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની ઇમારતો લાઇટિંગ શેડથી શણગારવામાં આવનાર છે, જેમાં ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમ તેમજ અન્ય વિવિધ લાઇટિંગથી  સુશોભિત કરવામાં આવનાર છે અને ગ્રીન ટાવરમાં દેશના તિરંગાની થીમના ત્રણેય કલરનો નયનરમ્ય નજારો આગામી સમયમાં મોરબી વાસીઓને જોવા મળશે, તેમજ મણીમંદિરમાં પણ વિવિધ રોશનીના સેડ દ્વારા શણગાર કરવામા આવનાર છે.

રાજાશાહી સમયના માણીમંદિરની રોશનીના શણગારથી શાનમાં વધારો થશે. સમગ્ર પણે મણિમંદિરમાં લાઇટિંગના શેડ વિવિધ રીતે ગોઠવવામાં આવશે. જેમાં અલગ અલગ જગ્યાઓ પર વિવિધ રીતે લાઇટિંગની ગોઠવણ થશે.જેનાથી સમગ્ર મણીમંદિરનો નજારો અત્યંત સુંદર બનાવવા માટે ઇલેક્ટ્રિક શાખાના અધિકારીઓ-કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો વિવિધ લાઇટિંગ ડેકોરેશનથી ઝળહળતી કરવામાં આવનાર છે, આ સમગ્ર કામગીરી માટે હાલ ઇલેક્ટ્રિક શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આ કામગીરી થી મોરબી શહેરના રહેવાસીઓને હરવા ફરવાના નવા લાઇટિંગ ડેકોરેશન વાળા સ્થળો મળી રહેશે, અને રાત્રિના સમયમાં ફોટોગ્રાફી માટેના ઉત્તમ સ્થળની ભેટ મોરબી મનપાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા આગામી સમયમાં શહેરી જનોને આપવામાં આવનાર છ

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!