

મેઘરાજાએ વિરામ લેતા મહાપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અગાઉ નિયમિત કરવામાં આવતી ડીમોલીશન કામગીરી ચોમાસાને પગલે સ્થગિત જોવા મળતી હતી

જોકે હવે વરસાદે વિરામ લેતા આજે મહાપાલિકા તંત્ર દ્વારા ડીમોલીશન કામગીરી શરુ કરવામાં આવી હતી બાયપાસ પાસે બે સોસાયટી વચ્ચે રસ્તા પર કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે બાયપાસ રોડ પર આવેલ ગોકુલનગર અને લાયન્સનગર સોસાયટીમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી બંને સોસાયટી વચ્ચે રસ્તા પર કરવામાં આવેલ વોકળા પરના દબાણો દુર કર્યા હતા 10 થી વધુ ઓરડીઓ સહિતના બાંધકામ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું..















