
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી ઉમા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં કોઈ વ્યક્તિ પાર્સલ લેવા આવેલ હોઈ તે આજે બપોરે 12:49 વાગ્યે હોટેલમાં જ રૂપિયા ભરેલી બેગ ભૂલીને જતા રહ્યા છે. હોટેલ સંચાલક કિશનભાઇ દ્વારા સીસીટીવી ફૂટેજ નિહાળતા કોઈ ગુલાબી રંગનું ટી શર્ટ અને બ્લુ કલરની જીન્સ પહેરેલ વ્યક્તિના હાથમાં સફેદ રંગના ઝબલું હાથમાં લઈને ફરતો દેખાય રહ્યો છે. સંભવિત આ વ્યક્તિ પાર્સલ લેવા આવેલ હોય ત્યારે રોકડ રકમ ભરેલી પ્લાસ્ટિકની બેગ હોટેલના સોફા પર ભૂલી ગયેલ છે.
હોટેલ સંચાલકોના ધાયનમાં આ બેગ આવતા જ તેમના સુરક્ષિત સાચવીને રાખેલ છે . અને જે પણ મૂળ માલિકની હોય તેમને સોંપી દેવા માટે કંટ્રોલ રૂમમાં જાણ કરી મીડિયાને સીસીટીવી ફૂટેજ તથા જે વ્યક્તિની બેગ હોય તે વ્યક્તિ પોતાની ઓળખ આપીને સુપ્રત મેળવી લે તેવી જાહેરાત કરી છે.
આમ હોટેલ સંચાલકોએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપેલ છે. તેઓએ દિવ્યક્રાંતિ ન્યુઝને માહિતી આપતા જણાવ્યું હતું કે, નસીબ જોગે અમારું ધ્યાન બેગ પર પડ્યું અને જોયું તો તેમાં રોકડ રકમ હોવાથી તેમણે હોટેલમાં સુરક્ષિત રાખી દીધેલ હતું. પરંતુ જો કોઈ અન્ય ગ્રાહકના હાથમાં આવ્યું હોત તો કદાચ બેગનો પતો લગાવવો મુશ્કેલ થઇ પડત, ઉમા હોટેલના ડિરેક્ટર કિશનભાઇ પટેલે દિવ્યક્રાંતિ ન્યુઝને સીસીટીવી ફૂટેજ રજુ કરી મીડિયા સમક્ષ વિડીયો રજુ કરી વ્યક્તિની ઓળખ અને મૂળ મલ્લિક સુધી સંદેશ પહોંચાડવા રજૂઆત કરતા તેઓએ સીસીટીવી ફૂટેજ જાહેર કરેલ છે. જો કોઈ વ્યક્તિ બેગ પકડીને ઉભેલા વ્યક્તિને ઓળખતું હોય તો તેનો સંપર્ક ‘ઉમા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ’ કિશનભાઇ : 9913533162 પાર સંપર્ક કરવા જણાવ્યું છે. દિવ્યક્રાંતિ ન્યુઝ હોટેલ સંચાલકોની પ્રામાણિકતાને બિરદાવે છે.




























