
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મોરબી મહાપાલિકાના 11 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વોર્ડ 1 માં કણઝારીયા ભવનભાઈ પ્રેમજીભાઈ, વોર્ડ 12 માં પરિમલ કૈલા, વોર્ડ 10 માં ચાવડા વિરજીભાઈ નરશીભાઈ, ઝીલરીયા લાલજી આયદાનભાઈ, સરડવા સરસ્વતીબેન મહાદેવભાઈ અને ઉર્મિલાબેન હરીલાલ નકુમ તથા વોર્ડ 2 માં જયેશ ખીમજી સારેશા, વોર્ડ 7 માં પરમાર ગોવિંદ, વોર્ડ 8 માં અન્નપુર્ણાબેન હર્ષદભાઈ ઘુમાલીયા અને રૂૂપાળા અરુણકુમાર, વોર્ડ 9 માં વડગામ કૌશલના નામો પ્રથમ યાદીમાં જોવા મળી રહ્યા છે.


મોરબીમાં મિલકત વેરો ભરવા સાત દિવસની મોહલત
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી મિલકતોનો બાકી વેરો ભરવા માટે માત્ર સાત દિવસનો સમય બાકી રહ્યો છે બાદમાં 18 ટકા વ્યાજ વસુલવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને તાકીદ કરવા જણાવ્યું છે કે નાણાકીય વશ 25-26 નો પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કરવા માટે માત્ર 7 દિવસ બાકી છે જેથી જે નાગરિકોને વેરો ભરવાનો બાકી છે તે સમયસર ભરી દે ત્યારબાદ 18 ટકા વ્યાજ લેવામાં આવશે વેરો ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકાએ નક્કી કરેલા બારી (કેશ કાઉન્ટર) અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વેરો ભરી શકાશે.












