
મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ઊંચી માંડલ ગામ પાસે કારખાનામાં લિફ્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન લિફ્ટમાં ફસાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સિરોઇ ગામે રહેતો અજયભાઈ દેવકણભાઈ પાટડીયા નામનો યુવાન તળાવિયા સનાળા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ સેલઝોન બાથવેર નામના કારખાનામાં લિફ્ટનું કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે લિફ્ટમાં ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે.















