HomeAllમોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસનું વિતરણ

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસનું વિતરણ

પાટીદાર ગ્રુપ હંમેશા સેવા અને સહકારના કાર્યો કરતું રહે છે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના અલ્પાબેન કાસુન્દ્રાના પતિ અમિતભાઈના જન્મદિવસના શુભ અવસરે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા બાલાશ્રમમાં મેટ્રેસ (ગાદલા) નું વિતરણ કરવામાં આવ્યું છે.

આમ જન્મદિવસને કેક કાપીને ઉજવવાની જગ્યાએ, બીજાના જીવનમાં સુખ અને આરામ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

બાલાશ્રમના બાળકો માટે આ મેટ્રેસો(ગાદલાઓ) માત્ર આરામ જ નહીં, પરંતુ તેમના જીવનમાં પ્રેમ અને સ્નેહનો અહેસાસ છે.

કારણ કે જ્યારે કોઈ પોતાના ખાસ દિવસે બીજાના સુખ માટે વિચારે છે .ત્યારે એ કાર્ય ખરેખર પ્રેરણાદાયી બને છે.

આ સેવા કાર્યમાં સહભાગી બનેલી તમામ પાટીદાર બહેનોનો પાટીદાર વુમન્સ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આપણે સૌ નક્કી કરીએ કે જન્મદિવસ, પ્રસંગો કે તહેવારોમાં દરેક અવસરને માત્ર પોતાનો નહીં, પરંતુ સમગ્ર સમાજનો ઉત્સવ બનાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!