

નારી તું નારાયણી, નારી તું સર્વ રક્ષતી એ સુત્રને સાર્થક કરવાના હેતુ સાથે મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે મેડીકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવીને રોગનું નિદાન કરાવ્યું હતું.

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સર્વરોગ નિદાન માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ટંકારા સરસ્વતી શિશુ મંદિર પરિવારના સભ્યોએ સહભાગી થયા હતા.આ કેમ્પમાં સ્ત્રી રોગ, એમ્બ્રિયોલોજીસ્ટ, ચામડી, વાળ, નખ, ડાયાબીટીસ, કાન, નાક, ગળું, બાળરોગ, તાવ, શરદી, ઉધરસ, આંખના રોગ, હાડકાના રોગ અને કેન્સર સહિતના રોગ માટે આયોજિત મેડીકલ કેમ્પમાં 500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.


















