HomeAllમોરબી: રાજ્ય સરકારની કચેરીઓમાં રદ્દી પસ્તી ઉપાડવાના ઇજારા મેળવવા ટેન્ડર બહાર પડાયું

મોરબી: રાજ્ય સરકારની કચેરીઓમાં રદ્દી પસ્તી ઉપાડવાના ઇજારા મેળવવા ટેન્ડર બહાર પડાયું

મોરબી જિલ્લાની રાજ્ય સરકારની કચેરીઓમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૩/૨૦૨૭ ના પુરા થતા સમય સુધીનો વર્ગ અ, બ, ક મુજબ રદી-પસ્તી ઉપાડવાનો ઇજારો આપવાનો હોવાથી રસ ધરાવતી વ્યક્તિ સંસ્થાઓને ટેન્ડર ફોર્મ મેળવવા માટે રૂ. ૧૦૦/- ‘૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવાઓ’ ના ચલણથી જમા કરાવી અસલ રજૂ કરી તા. ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ ૧૨:૦૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરીની રેકર્ડ શાખા રૂમ નંબર ૧૨૮ માંથી કોરા ટેન્ડર ફોર્મ મેળવી લેવાના રહેશે.

સરકારી કચેરીના વર્ગીકૃત કરેલ શ્રેણીના રદી પસ્તીના કાગળો, દૈનિક સમાચાર, પત્રો, રદી ફોર્મ્સ, પ્રકાશનો વગેરે વજન કરી પોતાના ખર્ચે લઈ જવાની શરતે ઇજારો રાખવા ઈચ્છતા વ્યક્તિઓ/વેપારી સંસ્થાઓ કે પેઢીઓએ ખરીદી કિંમતના ભાવપત્રકો દરેક શ્રેણીવાર અલગ અલગ ભરીને સીલ બંધ કવરમાં મોડામાં મોડા તા.૧૯/૧૨/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ ટેન્ડર ફોર્મ સાથે દરેક વર્ગ માટે અનામતની રકમ રૂ. ૧૦૦૦/-અંકે એક હજાર પુરા વર્ગ વાર ‘૮૪૪૩ સિવિલ ડિપોઝિટ’ ના સદરે જમા કરાવી અસલ ડિમાન્ડ ડ્રાફ્ટ સાથેનું ટેન્ડર તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. ટેન્ડર ફોર્મ તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે મોરબી નિવાસી અધિક કલેકટરની ચેમ્બરમાં ખોલવામાં આવશે તેવું મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!