HomeAllમોરબી : રાજ્યકક્ષા ખેલમહાકુંભ ફેન્સીંગ સ્પર્ધામાં રાણા બંસીબા દિવ્યરાજસિંહે બ્રોન્ઝ મેડલ...

મોરબી : રાજ્યકક્ષા ખેલમહાકુંભ ફેન્સીંગ સ્પર્ધામાં રાણા બંસીબા દિવ્યરાજસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો

દ્વારકા ખાતે આવેલ G.M.D.C. High School, Nandana માં રાજ્યકક્ષા ખેલમહાકુંભ અંતર્ગત ફેન્સીંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


આ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપતાં રાણા બંસીબા દિવ્યરાજસિંહ એ ઉત્તમ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિથી પરિવારજનો તેમજ રમતગમત ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
રાણા પરિવાર તરફથી તેમની આ સફળતા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે ફેન્સીંગ કોચ અનુપ ચૌધરી અને ટ્રેનર મનીષ ડાભી દ્વારા પણ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ સિદ્ધિ રાજ્યના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે અને ફેન્સીંગ જેવી રમત પ્રત્યે વધુ રસ જગાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!