
મોરબી : ખાખરાલા ગામ સ્થિત શ્રી ભગવતી આશ્રિત સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ દ્વારા પરંપરાગત લોકકલા ભવાઈનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ મંડળ છેલ્લા 130 વર્ષથી અવિરત રીતે કાર્યરત રહી સમગ્ર ભારતભરમાં ભવાઈ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે તેમજ 8 વિદેશી દેશોમાં ભવાઈની રજૂઆત કરીને ભારતીય લોકસંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.

મંડળના નાયક સ્વ. હરિલાલભાઈ કાનજીભાઈ વ્યાસના માર્ગદર્શન અને હાલના સંચાલક વિક્રમભાઈ હરિલાલભાઈ વ્યાસ (ઉસ્તાદ તબલાવાદક)ના નેતૃત્વ હેઠળ, આ વખતે પણ 25 જેટલા નામી-અનામી, વર્લ્ડ ફેમસ કલાકારોના કાફલા સાથે પોતાની આગવી શૈલીમાં ભવાઈની રજૂઆત કરવામાં આવશે.

આ ભવાઈ કાર્યક્રમ તા. 23/01/2026, શુક્રવાર,ના રોજ રાત્રે 9:00 થી 12:00 વાગ્યા સુધી રવાપર ગામે (મોરબી–ઘુનડા મેઈન રોડ), બહુચરાજી માતાજી મંદિર સામે આવેલા શિવ કથાના જાજરમાન પવિત્ર ચોકમાં યોજાશે.

આ કાર્યક્રમ શિવ કથા ના સ્વયંસેવકો અને કથા ના આયોજકોના સહકારથી આયોજિત કરવામાં આવ્યો છે. મંડળના સંચાલક વિક્રમભાઈ વ્યાસે ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે કે તેઓ પોતાનો કિંમતી સમય આપી આ ઐતિહાસિક ભવાઈ કાર્યક્રમને ઉપસ્થિતિ આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરે.સંપર્ક: મો. 93271 99971 | 98795 98837













