
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ-2025 નું આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત 21 સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.

સાંસદ ખેલ મહોત્સવ-2025 ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા તા.5/12 ને શુક્રવારે ગાંધીધામ શહેરના સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ પરમાર, મહામંત્રી મનોજભાઈ મુલચંદાણી, ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, ડી.એસ.ડી.ઓ કચ્છ જ્યોતીબેન ઠાકુર, કચ્છ કરાટે ફેડરેશનના સન્નીભાઈ બુચીયા અને પિયુષભાઈ શ્રીવાસ્તવ તથા બહોળી સંખ્યામાં સૌ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.













