
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન મુજબ આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ થી મણી મંદિર સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.







